આદમખોરનું રહસ્ય પ્રકરણ ૭: 'અચ્યુત' અને 'રાની'નું ગૂઢ રહસ્યજીપ પૂરપાટ ઝડપે નેસડા તરફ દોડી રહી હતી, પરંતુ રસ્તા વચ્ચે જ વાંસના ઝુંડ અને વિશાળ કાળા પથ્થરોથી રસ્તો અવરોધાયેલો હતો. અર્જુનસિંહે આંચકા સાથે જીપ રોકી. વાતાવરણમાં સન્નાટો ઘેરાઈ રહ્યો હતો. સમીર હજુય જીપની પાછળની સીટમાં થરથર કાંપતો હતો. અર્જુનસિંહે ટોર્ચનો પ્રકાશ સમીરના ચહેરા પર નાખ્યો અને ગંભીર અવાજે કહ્યું:"સમીર, રાઠોડ અને ભાનુ ભગતની તસ્કરીનું સત્ય તો બહાર આવી ગયું, પણ હજુય એક કડી ખૂટે છે. તેં રાત્રે કોર એરિયામાં માત્ર તસ્કરીનો વીડિયો નથી ઉતાર્યો... તારા પર ખરેખર હુમલો કોણે કર્યો હતો? કારણ કે તારા શરીર પરના ઘામાં માત્ર કૃત્રિમ પંજા નહોતા, અમુક