ભાગ ૧૪ — જે સત્ય છુપાયું હતુંરવિના હાથમાં કાગળ હતો.પણ તેની નજર માત્ર એક જ નામ પર અટકી ગઈ હતી—નિશા.તેની પત્ની.જે હવે આ દુનિયામાં નહોતી.પચ્ચીસ વર્ષ પહેલાંની વાત.એટલે કે…તે સમયની, જ્યારે રવિ અને કિરણ પોતાના ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા હતા.રવિએ કિરણ સામે જોયું.“આમાં નિશાનું નામ કેમ છે?”કિરણ થોડા સમય સુધી ચૂપ રહ્યો.પછી ધીમેથી બોલ્યો,“કારણ કે એ વખતે તને બચાવવા માટે નિશાએ એક મોટો નિર્ણય લીધો હતો.”“કયો નિર્ણય?”કિરણએ ઊંડો શ્વાસ લીધો.“તને યાદ છે, જ્યારે આપણા બિઝનેસ માટે પૈસા ઓછા પડ્યા હતા?”“હા.”“ત્યારે તું તારી બધી બચત મૂકી ચૂક્યો હતો.”રવિએ માથું હલાવ્યું.“પણ કિરણ… તું તો પણ તારી બચત મૂકી હતી.”“હા. પણ એ