ભાગ ૧૧ — જિંદગીનો હિસાબરાતના લગભગ દસ વાગ્યા હતા.ઘરમાં બધાં સૂઈ ગયા હતા.સરિતા પણ પોતાના રૂમમાં આરામ કરી રહી હતી.પણ રમેશ આજે સૂવા માંગતો નહોતો.એના હાથમાં વર્ષો જૂની એક ડાયરી હતી.કવર થોડું ફાટેલું હતું.કિનારીઓ પીળી પડી ગઈ હતી.પણ અંદર લખેલા દરેક શબ્દમાં રમેશની આખી જિંદગી હતી.એણે ડાયરી ખોલી.પહેલા પાનાં પર લખ્યું હતું—“મારા પરિવારના ભવિષ્ય માટે.”નીચે તારીખ હતી.આજથી લગભગ ત્રીસ વર્ષ પહેલાંની.રમેશે આંગળીથી એ તારીખને સ્પર્શ કરી.“ત્રીસ વર્ષ…”એ ધીમેથી બોલ્યો.“ત્રીસ વર્ષ સુધી હું ભવિષ્ય માટે જીવતો રહ્યો.”એણે આગળનું પાનું ફેરવ્યું.---રોકાણ — ૧૦,૦૦૦ રૂપિયારમેશને યાદ આવ્યું.એ વખતે તેનો પગાર બહુ ઓછો હતો.પણ તેણે પહેલો રોકાણનો કાગળ હાથમાં લીધો ત્યારે તેને એવું લાગ્યું