અદ્રશ્ય શત્રુ - 6

  • 164

અદ્રશ્ય લુંટછ મિનિટ માં 150 કરોડની લુંટ ધનતેરસની બરાબર આગલી રાત. ઘડિયાળમાં ટકોરો પડ્યો—રાત્રિના ૦૨:૧૧ વાગ્યા.એસ.જી. હાઈવે પર આવેલો આઠ માળનો કાચનો કિલ્લો—‘ધ રોયલ વાઇસરોય જ્વેલર્સ’—બહારથી સાવ શાંત હતો, પણ અંદર કરોડોના હીરા અને સોનાની ચમક અંધારામાં પણ ઝળહળતી હતી. દિવાળી સેલ માટે સુરત અને મુંબઈથી સ્પેશિયલ કલેક્શન આવી ચૂક્યું હતું. શોરૂમના બેસમેન્ટમાં આવેલી ટાઈટેનિયમ વૉલ્ટની અંદર આ ક્ષણે હાજર હતો ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો સ્ટોક—૧૫૦ કરોડના અનકટ સોલિટેર અને જડતર દાગીના.સામે ઉભેલા બે વ્યક્તિઓના ચહેરા પર લાલચનો પરસેવો ચમકી રહ્યો હતો: મેનેજર હરેશ અને ફ્લોર સેલ્સ હેડ પૂજા .પૂજાએ તેના આઈફોનમાં એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન ઓપન કરી હરેશ સામે જોયું અને બોલી:"હરેશભાઈ,