છેલ્લું પાટિયું

  • 1.4k
  • 402

રાતના લગભગ સાડા અગિયાર થયા હતા.સૌરાષ્ટ્રના સૂકા પ્રદેશમાં ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો. કાચા રસ્તાઓ કાદવમાં ફેરવાઈ ગયા હતા. વીજળી કલાકોથી બંધ હતી અને આખુંય ગામ માત્ર ક્યારેક આકાશમાં ચમકતી વીજળીના ઝબકારા પર જ દેખાતું હતું. વરસાદના ટીપાં લોખંડના છાપરાં પર પડતા ને એ જ અવાજ આખાય વિસ્તારમાં ગુંજતો, પણ એ અવાજ કરતાં પણ વધુ ભયાનક હતી ગામમાં છવાયેલી શાંતિ.સચિને પોતાની બાઈક ગામના પાદર પાસે ઊભી રાખી. ફોનમાં નેટવર્ક નહોતું. ગૂગલ મેપ છેલ્લા વીસ મિનિટથી એકની એક જ જગ્યાએ અટકેલું હતું. તેણે આસપાસ નજર ફેરવી તો ગામના પ્રવેશદ્વાર પર જૂનો પથ્થર ઊભો કરેલો જોયો. તેના પર ગામનું નામ