બાળપણની એ રફનોટ - 11

પ્રકરણ ૧૧: રાજકુમાર નિખિલનો જન્મદિવસ વર્ષ ૨૦૦૦ના એ ઉનાળાની એક નવી જ ભાસ્કર-કિરણોથી ભરેલી સવાર પશ્ચિમ દિશાના એ સુસ્ત મધ્યમવર્ગીય શહેર પર પોતાના સોનેરી રંગો રેલી રહી હતી. રાત્રિનો ઉકળાટ ધીમે ધીમે ઓસરી ગયો હતો અને સવારનો નવશેકો પવન ગલીઓની વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો. પરંતુ આજે નિખિલના મનમાં સવારનો મિજાજ સાવ જુદો હતો. જેમ કોઈ પ્રાચીન રજવાડાનો નાનામાં નાનો પણ અતિ લાડકો રાજકુમાર પોતાના જન્મદિવસની સવારે પોતાની જાતને અષ્ટસિદ્ધિ અને નવનિધિનો માલિક સમજે, એ જ મિજાજમાં નિખિલ આજે પોતાના પલંગ પર આળોટી રહ્યો હતો. ગઈકાલે પપ્પાએ આપેલી 'વિડીયો ગેમ'ની  આશ્ચર્યજનક ગીફ્ટ  અને આજે પોતાના જન્મદિવસના વૈભવથી તેનો ચહેરો આત્મસંતોષથી