આનંદનગર : પ્રકરણ ૪

  • 142
  • 56

પ્રકરણ ૪: ચાની કિટલી પરનો પહેલો મુદ્દોદૈનિક ચબરાકિયાં:"દેશનું સંસદભવન ભલે દિલ્હીમાં હોય, પણ મધ્યમ વર્ગની ખરી ગવર્નિંગ બોડી તો સોસાયટીના નાકા પર આવેલી ચાની કિટલી જ છે! અહીં નોટિસ વગર ચર્ચા થાય અને મત વગર ચૂકાદા આવે!"બીજા દિવસે સવારે સાત વાગ્યે...આનંદનગરના મુખ્ય દરવાજા બહાર આવેલી "જય અંબે ટી સ્ટોલ" પર રોજની જેમ 'મિની સંસદ'ની બેઠક ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી.મગન કાકાએ પોતાની તાંબાની કિટલીમાં ઉકળતી ચામાં આદુ અને ફુદીનો નાખતાં, હાથમાં પકડ પકડીને મોટેથી હાંક મારી, "આવો... આવો સાહેબો! આજની આનંદનગર કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે!"ચાની કિટલી સામે મૂકેલી લાલ-પીળી પ્લાસ્ટિકની ખુરશીઓ પર માણેકલાલ, ભજનપ્રેમી મનોહર જોષી, નિવૃત્ત