જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૭૧ 'જે સફરનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય છે એની મંઝિલ નક્કી હોય છે.’ આ સુવિચાર આજના દિશાહીન અને ભાગદોડ ભરેલા યુગમાં એક દીવાદાંડી સમાન છે. આપણે બધા સવારે ઉઠીએ છીએ, દોડધામ કરીએ છીએ, કામ કરીએ છીએ અને રાત્રે થાકીને સૂઈ જઈએ છીએ. પણ જો કોઈ આપણને પૂછે કે આ દોડ ક્યાં અટકવાની છે તો આપણી પાસે કોઈ ચોક્કસ જવાબ હોતો નથી. આપણે માણસો 'જીવન જીવવા' કરતાં માત્ર 'વર્ષો વિતાવવા'માં આગળ નીકળી ગયા છીએ. આપણી પાસે મોંઘા વાહનો છે, સ્પીડ છે, જીપીએસ નેવિગેશન છે પણ કઈ દિશામાં જવું છે એ જ સ્પષ્ટ