પ્રેમ – જીવનને બદલી નાખતી સૌથી મોટી શક્તિઆ દુનિયામાં દરેક માણસને પ્રેમ જોઈએ છે. નાનો બાળક હોય કે વૃદ્ધ માણસ, ગરીબ હોય કે ધનિક બધાને પ્રેમની જરૂર પડે છે. પૈસાથી ઘણી વસ્તુઓ ખરીદી શકાય છે, પરંતુ સાચો પ્રેમ ક્યારેય ખરીદી શકાતો નથી. પ્રેમ તો હૃદયમાંથી જન્મે છે.એક કહેવત છે કે પારસમણિના સ્પર્શથી લોખંડ પણ સોનું બની જાય છે. પરંતુ સાચો પ્રેમ તો પારસમણિ કરતાં પણ મોટો છે. કારણ કે પારસમણિ માત્ર લોખંડને સોનું બનાવે છે, જ્યારે પ્રેમ ખરાબ માણસને પણ સારો માણસ બનાવી શકે છે. પ્રેમ ગુસ્સાને શાંત કરે છે, દુશ્મનીને મિત્રતામાં બદલી દે છે અને દુઃખી માણસના જીવનમાં ખુશી