"સહિયારા શ્વાસ "અધ્યાય – ૩ "આત્મીયતા " "સંબંધો મોટા પ્રસંગોથી નથી બંધાતા...રોજ પૂછાયેલા એક નાના 'કેમ છો?'થી પણ આખી જિંદગી જોડાઈ જાય છે."સમયનું સૌથી સુંદર રૂપ એ છે કે તે ક્યારેય ઉતાવળ કરતો નથી.એક દિવસ... પછી બીજો... પછી ત્રીજો...અને ધીમે ધીમે દિવસો અઠવાડિયામાં બદલાઈ ગયા.નિત્યા અને કર્તવ્ય વચ્ચે પણ કંઈક આવું જ બનતું હતું.શરૂઆતમાં દિવસમાં એકાદ-બે મેસેજ થતા. પછી વાતો થોડી લાંબી થવા લાગી. અને પછી એક દિવસ એવો આવ્યો કે સવારે "Good Morning" કહ્યા વગર બંનેમાંથી કોઈનો દિવસ શરૂ થતો જ નહોતો.કર્તવ્ય રોજ સવારે લગભગ છ વાગ્યે લખતો..."Good Morning... Have a nice day."અને નિત્યાનો જવાબ પણ લગભગ નક્કી જ