પ્રકરણ ૬: કાઉન્ટડાઉન: દિલ્હી પર ખતરોકનેક્ટો ટનલ પ્રોજેક્ટ - નવી દિલ્હીવહેલી સવારના ૫:૦૦ વાગ્યા હતા. દિલ્હીમાં લ્યુટિયન્સ ઝોન અને સંસદ ભવન નજીક બનાવવામાં આવી રહેલી અંડરગ્રાઉન્ડ 'કનેક્ટો ટનલ' ના કન્સ્ટ્રક્શન સાઇટ પર ભયાનક શાંતિ હતી. અહીં કોઈ અવરજ્વર ન હતી. શમસુદ્દીન પાસેથી મળેલી બાતમીના આધારે કબીર રાઠોડ અને આયશા ખાન બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને વીસ કમાન્ડોઝ સાથે ટનલની અંદર પ્રવેશ્યા.ટનલની અંદર હજી કામ ચાલુ હોવાથી ચારેય બાજુ સિમેન્ટના પિલરો, વાયરો અને ખુબ અંધારું હતું. માત્ર કમાન્ડોઝની ટોર્ચના લાઈટ બીમ હવામાં ફરી રહ્યા હતા.આયશાએ પોતાના ટેબ્લેટ પર ટનલનો બ્લુપ્રિન્ટ ખોલ્યો. "કબીર, જો શમસુદ્દીનની વાત સાચી હોય, તો RDX નો જથ્થો