એક નાનકડું અને લીલુંછમ ગામડું હતું. ગામના પાદરેથી કલકલ નાદ કરતી એક નિર્મળ નદી વહી જતી હતી. આ જ નદીના કિનારે, કુદરતના ખોળે એક નેળિયાવાળું કાચું ઝૂંપડું આવેલું હતું. આ ઝૂંપડામાં એક ગરીબ પરિવાર રહેતો હતો .માતા, પિતા અને તેમના બે દીકરા, જય અને નીલ. પરિવાર એટલો ગરીબ હતો કે બંને બાળકોએ નાનપણથી જ પોતાના બધા શોખ અને ઈચ્છાઓને મનમાં જ દબાવી દીધા હતા. નાની ઉંમરે જ પરિસ્થિતિને કારણે તેઓ ઉંમર કરતાં મોટા અને સમજદાર થઈ ગયા હોય તેવું લાગતું હતું.પિતા દિવસ-રાત ખેતરમાં કાળી મજૂરી કરતા અને માતા ઘર સંભાળતી. ધીમે-ધીમે સમય બદલાયો, બંને ભાઈઓ મોટા થયા