આજથી શરુ થતી મારી નવી સફર...."મળ્યા વગર પણ આખી જિંદગી સાથે શ્વાસ લેનારા બે આત્માઓની કથા."🪻 સમર્પણ🪻એ દરેક નામ વગરના સંબંધને...જેમાં અધિકાર નહોતો, છતાં ચિંતા હતી...અંતર હતું, છતાં આત્મીયતા હતી...અને શબ્દો ઓછા હતા, છતાં પ્રાર્થનાઓ ક્યારેય અધૂરી નહોતી.આ કૃતિ એવા દરેક હૃદયને સમર્પિત છે, જેણે કોઈને પોતાના માટે નહીં, પરંતુ તેના સુખ માટે પ્રેમ કર્યો છે.🪻લેખકની કલમેથી...🪻 દરેક સંબંધને કોઈ નામ હોય એવું જરૂરી નથી.કેટલાક સંબંધો જન્મથી મળે છે. કેટલાક સંબંધો સમાજ બનાવે છે. અને કેટલાક સંબંધો તોઈશ્વર પોતાની સૌથી સુંદર ફુરસદમાં બનાવે છે.એ સંબંધો લોહીથી જોડાતા નથી.કોઈ વચનથી પણ બંધાતા નથી.તેમને સાબિત કરવાની જરૂર પડતી નથી.તેઓ ફક્ત ને ફક્ત