મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 4

કાશીમાં સૂર્યોદય થયો હતો…પણ અનન્યાના મનમાં હજુ પણ રાત્રિના દૃશ્યો જીવંત હતા.ગૌરીનું સ્મિત…શિવદાસની ડાયરી…અને એ રહસ્યમય નકશો.સવારના ચાર વાગ્યે જ અઘોરી બાબા, કાશીનાથ, મહાદેવ દાસ અને અનન્યા ચારેય વિશ્વનાથ ગલી તરફ નીકળી પડ્યા.કાશીની સાંકડી ગલીઓમાં અદ્ભુત શાંતિ હતી.ક્યાંક ગાય નિરાંતે ઊભી હતી.ક્યાંક કોઈ વૃદ્ધ સાધુ રુદ્રાષ્ટકનો પાઠ કરી રહ્યો હતો.અઘોરી બાબા હાથમાં નકશો લઈને ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા.થોડીવાર પછી તેઓ એક એવી જગ્યાએ પહોંચ્યા, જ્યાં સામાન્ય માણસ ક્યારેય ધ્યાન પણ ન આપે.એક નાનકડું, જર્જરિત શિવમંદિર…જેના દરવાજા પર ધૂળ જામી ગઈ હતી.મંદિરની બાજુમાં પથ્થરથી ઢંકાયેલો એક જૂનો કૂવો હતો.કાશીનાથે ધીમેથી કહ્યું…“આ જ છે… નીલકંઠ કૂવો.”⸻અનન્યાએ આશ્ચર્યથી પૂછ્યું,“આટલા વર્ષોથી કોઈ