મગનદાદાએ ધીમે ધીમે બધાની સામે નજર ફેરવી. હોલમાં હાજર દરેક વ્યક્તિ શ્વાસ રોકીને તેમની વાત સાંભળી રહ્યો હતો.પછી તેમણે ભારે અવાજમાં કહેવાનું શરૂ કર્યું,"તમે લોકો અહીં આવતી વખતે જે પુલ ક્રોસ કરીને આવ્યા હતા ને... એ પુલની નીચે વહેતી નદીનું નામ મહુડી છે. એ જ મહુડી નદીના કાંઠે આજે આ વિશાળ કરુણા હોટેલ ઊભી છે."તેમણે હોલની દિવાલો તરફ જોયું."પણ આજે જે જગ્યાને તમે હોટેલ તરીકે ઓળખો છો, એ એક સમયે શહેરની સૌથી જાણીતી આર્ટ્સ અને કોમર્સ કોલેજ હતી.""દૂર દૂરના ગામડાંઓ અને શહેરોમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા. આખો કેમ્પસ યુવાનોના હાસ્ય, સપનાઓ અને મિત્રતાથી ગૂંજી ઊઠતો. અહીં અનેક લોકોએ પોતાના ભવિષ્યના