ગાડીનો ઠાઠ જોઈને નાથુજી પણ ઓસરીમાંથી હેઠા ઉતરી આવ્યા. ભગા અને દિલાએ તો ખેતરે જવાનું માંડી વાળ્યું અને ગાડીના ચળકાટ સામે આંખો ફાડીને ઊભા રહી ગયા. ગીતા અને કવિતા પણ લાજ કાઢીને બારીની તિરાડમાંથી જોવા લાગી કે આ મોટો માણસ કોના ઘરે આવ્યો છે?"રામ રામ, નાથુજી! ઓળખ્યો કે ભૂલી ગયા?" પેલા ભવ્ય માણસે આવીને નાથુજીને હાથ જોડ્યા.નાથુજીએ થોડું મગજ દોડાવ્યું, "અરે... તમે ઓલા મોતીપુરા વાળા ગિજુભાઈ ને? રામ રામ બાપા, રામ રામ! પણ આજે આમ અચાનક અમારા ગરીબના ડેલામાં?""નાથુજી, વાત જ કંઈક એવી છે. હું તમારા મોટા દીકરા જગાના લીધે અહીં આવ્યો છું," ગિજુભાઈએ જગાભાઈ સામે સ્મિત આપતા કીધું. જગાભાઈએ