ભાગ ૧૧: છેલ્લો દાવ અને લોહીનું તિલક “ધીંગાણે ઢોલ ધબૂકિયા, ને મરવા ટાણું આય,*ભેરુ કાજે ભડવીર, આજ હોમાણો હવન માંય.પડ્યો પૃથ્વીનો પાળક, લોહી ભીનો સાવજ વીર,*એક ઘા એ ઉતાર્યો, જન્મોજનમનો ચીર!”સમય: રાતના ૩ વાગ્યા સ્થળ: ગીદડ-નાળાનું રણમેદાન (મંગલનો અડ્ડો)ચારેકોર આગની જ્વાળાઓ લપકારા મારતી હતી અને એ લાલ રોશનીમાં મોતનું તાંડવ રચાતું હતું. મંગલના સાગરીતો ભાગી છૂટ્યા હતા. રણમેદાનમાં હવે માત્ર ત્રણ યોદ્ધા અને એક કાયર બચ્યો હતો.મંગલ આગ અને મોતની વચ્ચે ઘેરાઈ ગયો હતો. તેની એક બાજુ કાનજી હતો – જેના શરીરમાંથી લોહી વહેતું હતું પણ આંખોમાં શિવના ત્રીજા નેત્ર જેવી જ્વાળા હતી. અને બીજી બાજુ કેસરી હતો – સાક્ષાત કાળભૈરવ!“હવે ક્યાં