સરકારી પ્રેમ - ભાગ 49

  • 524
  • 184

મહેચ્છા ગાડી થી ઉતરી સીધી જ પોતાના ઘરમાં પ્રવેશ કરે છે તો સરિતા ના મૃતદેહને નિહાળી પોતાની જાતને રોકી નથી શકતી. આ તરફ નવનીત પણ મહેચ્છા ની સાથે જ હતો પણ પોતાની સાથે બે ત્રણ સિક્યોરિટી ગાર્ડ રાખી ઘરમાં પ્રવેશ કરે છે.નવનીત ને જોઈ ઘણા લોકો માન આપવા માટે ઊભા પણ થઈ જાય છે.પછી નવનીત એ‌ બધાને નમસ્કાર કરે છે. સરિતા ના પાર્થિવ દેહને દૂરથી પ્રણામ કરી પછી મધુકર ને સાંત્વના આપે છે. મહેચ્છા તો રડી રડીને મધુકર થી જાણે માફી માંગી રહી હતી.ક્યાંક ને ક્યાંક નવનીત ના મગજ માં હજી પણ નીચી જાતિ વાળી સરિતા ની ટિપ્પણી સળવળી રહી