અધૂરી વાર્તાનો અંત - પ્રકરણ 4

(32)
  • 962
  • 382

પ્રકરણ ૪: વોર્ડન ઓફિસનો સામનો સાંજનો સમય હતો. ગર્લ્સ હોસ્ટેલના મેઈન ગેટ પાસે આવેલી ઓફિસની બહાર આરોહીના પગ ધ્રૂજી રહ્યા હતા. ઓફિસની નેમપ્લેટ પર મોટા અક્ષરે લખ્યું હતું – ‘વસુધા મહેતા (ચીફ વોર્ડન)’. હોસ્ટેલની બધી છોકરીઓ વસુધા મેડમના કડક સ્વભાવ અને શિસ્તથી ડરતી હતી. કોઈને અંદાજો પણ નહોતો કે આ ગંભીર ચહેરા પાછળ એક સંવેદનશીલ લેખિકા છુપાયેલી છે.સોહમ અને મીરાં ઓફિસની બારીની બહાર ઝાડીઓ પાછળ છુપાઈને આરોહીને હિંમત આપી રહ્યા હતા. સોહમે ઈશારાથી કહ્યું, "જા આરોહી, ડર્યા વગર અંદર જા!"આરોહીએ ઊંડો શ્વાસ લીધો અને દરવાજો ખખડાવ્યો . "મેડમ, કમ ઇન?"ટેબલ પર ફાઈલો જોઈ રહેલા વસુધા મેડમે ચશ્માની ઉપરથી તીખી નજરે જોયું.