ભાગ - ૧૮: સમુદ્ર સંગ્રામ, રક્તરંજિત મુંદ્રા અને મહાકાળીનો આખરી ન્યાયકોર્ટરૂમના પગથિયાં પરથી ‘V-સિન્ડિકેટ’ના ઉદયની જાહેરાત કરીને વિદેહિતા જ્યારે બહાર નીકળી, ત્યારે આખા દેશના મીડિયામાં માત્ર તેનો જ ચહેરો ચમકી રહ્યો હતો. કાયદાના આકાઓ અને અંડરવર્લ્ડના ભીષ્મ પિતામહો અત્યારે પોતાના રૂમમાં ભરાઈને ધ્રૂજી રહ્યા હતા. પણ વિદેહિતા જાણતી હતી કે દુબઈમાં બેઠેલો સુલેમાન ખાન આ અપમાન વગર મોતે નહીં પચાવે. તેના સૌથી વફાદાર કસાઈઓ અને શાર્પશૂટરોના શબોના ટુકડા જ્યારે સિલ્વર બોક્સમાં દુબઈ પહોંચ્યા, ત્યારે સુલેમાનના સામ્રાજ્યનો પાયો હચમચી ગયો હતો. આ લડાઈ હવે કોઈ ગુંડા-મવાલીઓની નહોતી, આ આંતરરાષ્ટ્રીય સત્તા અને લોહીની આરપારની જંગ બની ચૂકી હતી.સાંજના બરાબર સાડા પાંચ વાગ્યા