ભાગ - ૧૫: કાળરાત્રિનો આખરી ભોગ, સામ્રાજ્યનો સ્મશાનવત સ્વીકાર અને નવું લોહીયાળ સિંહાસન‘રાજ પેલેસ’ના એ આલીશાન લિવિંગ રૂમની લોહીથી લપેટાયેલી દીવાલો અને રૂદ્રપ્રતાપ સિંહ રાજની ખોપડીના ઉડેલા ચિથરા પાછળ છોડીને વિદેહિતા જ્યારે બહાર નીકળી, ત્યારે તેના ચહેરા પર વિજયનો કોઈ હરખ નહોતો. વરસાદની છેલ્લી ઝાપટો તેના શરીર પર ચોંટેલા લોહીને ધોવા મથી રહી હતી, પણ અર્ણવના બલિદાનની જે આગ તેના હૃદયમાં સળગી રહી હતી એ આખા અમદાવાદ પૂરના પાણીથી પણ બુઝાય તેમ નહોતી. તેના હાથમાં રહેલું અર્ણવનું ટેબલેટ હજુ પણ એક્ટિવ હતું, જેમાંથી ‘ધ શેડો’ સિન્ડિકેટના અબજોના હવાલા નેટવર્કનો ડેટા પીએમ ઓફિસ (PMO) અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ સુધી સેકન્ડના સોમા