"જેના બાહુબળના આશરે સ્વર્ગનું સિંહાસન ટક્યું અને જેની ક્રોધદ્રષ્ટિ આગળ કાળયવન પણ ભસ્મીભૂત થયો, એ સૂર્યવંશના પરમ તેજસ્વી અને અજેય યોદ્ધા મહાબાહુ મુચુકુંદની આ સંપૂર્ણ કથા રઘુવંશ."#રઘુવંશ ભાગ. 10. દેવલોકનો રક્ષક અને કાળયવનનો મહાકાળ – સમ્રાટ મુચુકુંદચક્રવર્તી સમ્રાટ માનધાતાના ત્રીજા પુત્ર મહારાજ મુચુકુંદની ગાથા સૂર્યવંશના શૌર્યને એક એવા શિખર પર લઈ જાય છે, જ્યાં પૃથ્વીનું સામર્થ્ય સ્વર્ગના દેવતાઓ માટે પણ એકમાત્ર આશરો બની ગયું હતું. મુચુકુંદ નાનપણથી જ અસાધારણ બાહુબળ, અમોઘ અસ્ત્ર-શસ્ત્રોના જ્ઞાન અને અડગ ક્ષત્રિય તેજથી સંપન્ન હતા. તેમની ભુજાઓમાં એટલું બળ હતું કે રણમેદાનમાં તેમનો સામનો કરવાની હિંમત મોટા-મોટા માયાવી અસુરો પણ કરી શકતા નહોતો.એ સમયે દેવલોક પર એક