છાંયો - 15 - અંતિમ ક્લાઈમેક્સ

  • 122
  • 1

પ્લાન મુજબ આદિત્ય અને કરણને અમદાવાદ જેલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા હતા. આખો કાફલો ભારે સુરક્ષા સાથે આગળ વધી રહ્યો હતો. ઉપર આકાશમાં ડ્રોન સતત નજર રાખી રહ્યું હતું. દરેક અધિકારી એક્શનમાં હતો. બધાની આંખો ગીધની જેમ શિકાર પર સ્થિર થઈ ગઈ હતી. રસ્તો એકદમ સુમસામ હતો. અચાનક દૂરથી એક બાઇકનો અવાજ સંભળાયો. વ્રૂમ્મ...! બાઇક પૂરપાટ ઝડપે કાફલા તરફ આવી રહી હતી. સારા તરત જ વોકી-ટોકી પર બોલી: “અર્જુન સર, ડ્રોન દ્વારા તસ્વીર મળી છે. બાઇક પર કોઈક આવી રહ્યું છે. માસ્કના કારણે ઓળખ થઈ રહી નથી, પરંતુ મને ખાતરી છે... આ છાંયો જ છે.” એટલી જ વારમાં બાઇક છેલ્લી