છાંયો - 14 - અંતિમ શિકાર

  • 304
  • 116

અર્જુન એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. કરણ અને આદિત્ય તેની આંખો સામે ભાગી ગયા હતા. તેના મનમાં હજારો પ્રશ્નો દોડી રહ્યા હતા. એટલામાં ફોનની રિંગ વાગી. અર્જુને તરત ફોન ઉપાડ્યો. “ઓફિસર અર્જુન રાઠોડ?” “હા, હું જ બોલું છું.” “તમારે તરત જ મેન ઓફિસે આવવું પડશે. આ કેસ ‘છાંયો’ સાથે સંબંધિત છે.” વાત પૂરી થતાં જ અર્જુન સીધો મેન ઓફિસ તરફ નીકળી પડ્યો. મોટા કોન્ફરન્સ રૂમનો દરવાજો ખૂલ્યો. અંદર આધુનિક સ્ક્રીન, કમ્પ્યુટર અને શહેરના મોટા નકશા લગાવેલા હતા. એક મહિલા આગળ આવી. “નમસ્તે અર્જુન સર, હું સારા. અમે છેલ્લા પાંચ વર્ષથી ‘છાંયો’ પર કામ કરી રહ્યા છીએ.” તેણે અર્જુનને અંદર