હોસ્પિટલના રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. બહાર સવારનો પ્રકાશ ધીમે ધીમે અંદર આવી રહ્યો હતો. પરંતુ રૂમની અંદર વાતાવરણ ભારે થઈ ગયું હતું. અર્જુન કરણની સામે ઉભો હતો. તેના મનમાં અનેક પ્રશ્નો દોડતા હતા. કરણ બેડ પર બેઠો હતો. તેના ખભામાં પટ્ટી બંધાયેલી હતી. પરંતુ તેના ચહેરા પર દુખ કરતાં વધુ શાંતિ દેખાતી હતી. તે ધીમે બોલ્યો: “સર… તમે હંમેશા સત્ય શોધતા આવ્યા છો.” “પરંતુ ક્યારેક સત્ય બહુ ભયંકર હોય છે.” અર્જુન ગુસ્સે બોલ્યો: તો પછી તું ને આદિત્ય બને સાથે જ હોય તો આદિત્ય તને શા માટે ગોળી મારે ? કરણ થોડું હસ્યો. “બરાબર.” તે ધીમે બોલ્યો: “સર મને