રાત્રિના લગભગ બે વાગ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ ઓફિસમાં હજુ પણ લાઇટો ચાલુ હતી. અર્જુન પોતાની કેબિનમાં બેઠો હતો. ટેબલ પર અનેક ફાઇલો ખુલ્લી હતી. ચાર હત્યાઓ. ચાર લોકો. અને એક જ નામ. છાંયો. અર્જુન ફરી એકવાર તે જૂની ફાઇલ ખોલે છે. પંદર વર્ષ પહેલાનો અકસ્માત. ફોટોમાં એક કાર રોડ પર ઊભી હતી. થોડા અંતરે ત્રણ મૃતદેહ પડેલા હતા. એક પુરુષ. એક સ્ત્રી. અને એક બાળકિ . અર્જુન ધીમે બોલ્યો: “આ કેસમાં કંઈક ખોટું છે…” તે જ સમયે કરણ કેબિનમાં આવ્યો. તેના હાથમાં નવી ફાઇલ હતી. “સર… એક મહત્વની માહિતી મળી છે.” અર્જુન તરત ઊભો થયો. “શું?” કરણ બોલ્યો: “તે રાત્રે