સપનાની પાંખે

  • 344
  • 100

એક આધુનિક નારીની ઉડાનશનિવારની એ શાંત, નીરવ રાત હતી. આખા અઠવાડિયાના કોર્પોરેટ ટાર્ગેટ્સ, મીટિંગ્સ અને ઘરની રોજબરોજની ઘટમાળમાંથી પરવારીને નિહારિકા જ્યારે બેડ પર આડી થઈ, ત્યારે તેના મગજમાં એક જ વિચાર ઘૂમરાતો હતો—"વીકેન્ડ એટલે માત્ર ઘરના કામ અને આગામી સોમવારની તૈયારીઓ જ કેમ? વીકેન્ડ તો ખુદને મળવા માટે, ફરવા માટે અને જિંદગીને મન ભરીને માણવા માટે હોય ને!"આ વિચાર સાથે જ તેની પાંપણો ધીમે ધીમે બંધ થઈ ગઈ...નિહારિકા એટલે એક આધુનિક, બુદ્ધિશાળી અને મક્કમ વ્યક્તિત્વ ધરાવતી નારી. તે એક પ્રતિષ્ઠિત મલ્ટીનેશનલ કોર્પોરેટ કંપનીમાં ટોપ મેનેજમેન્ટ પોઝિશન પર કાર્યરત હતી. ઓફિસમાં સેંકડો કર્મચારીઓ તેના એક ઈશારે કામ કરતા, પ્રોજેક્ટ્સના કરોડોના ટર્નઓવર