11 ટાસ્ક્સ - Chapter 4

  • 338
  • 160

“હેય આશુતોષ...ખરેખર તું મારી મદદ કરવા ઈચ્છે છે?જો એવું જ હોય તો સૌથી પહેલા તું મારા કેટલાક સવાલોનો જવાબ આપ. એકદમ સાચો જવાબ હોં, કોઈ જાતની ચાલાકી નહીં.”સવારે આશુતોષના ફોન પર નોટિફિકેશન આવ્યું હતું. અવાજ સાંભળતા જ એની આંખ ખુલી ગઈ.  એણે તરત ફોન હાથમાં લીધો. મેસેજ વાંચ્યો. એના દિલમાં એક અજીબ સી હલચલ થઈ રહી હતી. શું પૂછવું હશે એણે પોતાને? એણે ટાઈપ કર્યું,“ગુડ મોર્નિંગ!તારે જે પણ પૂછવું હોય એ બિન્દાસ્ત પૂછ. હું બધું સાચું જ કહીશ. તારી પાસે ખોટું બોલી શકું એટલી  હિંમત તો મારામાં આજે પણ નથી આવી.”એણે ફોન મૂક્યો ને થોડીવાર રાહ જોઈ. સામેથી કોઈ મેસેજ