અટલ બ્રિજ

  • 2.4k
  • 1
  • 964

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રાતનો છેલ્લો પ્રહર ચાલી રહ્યો હતો. ઘડિયાળમાં બે ના ટકોરા પડી ચૂક્યા હતા. આકાશમાં આસો મહિનાનો પૂનમનો ચાંદ આખો ખીલેલો હતો, જેની દૂધિયા ચાંદની આખા અમદાવાદ શહેર પર રેલાઈ રહી હતી. સાબરમતી નદીનું શાંત, ઘેરૂં પાણી એ ચાંદનીમાં જાણે હીરાની જેમ ચમકતું હતું. રિવરફ્રન્ટ પર સામાન્ય દિવસો જેવી ભીડ નહોતી, માત્ર પવનનો સરસર અવાજ અને પાણીના હળવા મોજાંનો નાદ ગુંજતો હતો.નદીની બરાબર મધ્યમાં ઊભેલો અટલ બ્રિજ આ અંધારી રાતમાં એક આધુનિક અજાયબી જેવો લાગતો હતો. તેની કાચ અને સ્ટીલની બનેલી કમાન આકારની ડિઝાઈન પર લાલ, વાદળી અને લીલી એલઇડી લાઈટોની રોશની ઝિગઝેગ પેટર્નમાં ચમકી રહી હતી.