આપણું ખોવાઈ ગયેલું ‘નિખાલસ હાસ્ય'

(93)
  • 974
  • 286

एक સંશોધન મુજબ, એક નાનું બાળક દિવસમાં આશરે ૩૦૦ થી ૪૦૦ વાર ખિલખિલાટ હસે છે. જ્યારે આપણે મોટા થઈએ છીએ, ત્યારે એ હાસ્ય ઘટીને દિવસમાં માંડ ૧૫ થી ૨૦ વાર રહી જાય છે! અને વડીલોની વાત કરીએ તો, આજે સવારે ગાર્ડનમાં જઈને કૃત્રિમ રીતે ‘હા... હા... હા...’ કરીને ‘લાફ્ટર ક્લબ’માં હસવું પડે છે. ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે ખરું કે, ઉંમર વધવાની સાથે આપણું એ બાળપણનું નિખાલસ અને મન મૂકીને હસવાનું હાસ્ય ક્યાં ખોવાઈ ગયું? શું સમજદારી એટલી મોંઘી છે કે તેની કિંમત આપણે આપણા હાસ્યથી ચૂકવવી પડે?નાનપણના એ દિવસો યાદ કરો, જ્યારે હસવા માટે કોઈ ખાસ કારણની કે જોકની