ભાગ ૨૧: અંધારાનો રક્ષક: ભાઉરાવના ગુંડાઓની ધોલાઈ રૂમની ટ્યુબલાઈટ અચાનક ઝબૂકવા લાગી હતી. આરવે પોતાના હાથમાં રહેલો લોખંડનો સળિયો પૂરી તાકાતથી હવામાં ફંગોળ્યો. છન્ન્ન્ન્ક! સળિયો સીધો ટ્યુબલાઈટ પર વાગ્યો અને કાચના ટુકડાઓ સાથે રૂમ નંબર ૪૦૪ માં ઘોર અંધકાર છવાઈ ગયો. હવે આ અંધકાર કોઈ ડરપોક વિદ્યાર્થીનો રૂમ નહોતો, આ એક ટ્રેઇન્ડ RAW કમાન્ડોનું યુદ્ધનું મેદાન હતું. ભાઉરાવના માણસો અંધારામાં ડઘાઈ ગયા. એમને કશું જ દેખાતું નહોતું, પણ આરવની આર્મી ટ્રેનિંગ એને અંધારામાં પણ અવાજ અને શ્વાસ પરથી દુશ્મનની સ્થિતિ (પોઝિશન) પારખતા શીખવાડી ચૂકી હતી. અંધારામાં માત્ર હાડકાં તૂટવાના ભયાનક અવાજો અને ગુંડાઓની ચીસો ગુંજવા લાગી. કોઈ બોલીવુડ હીરોની જેમ