કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 20

(15)
  • 481
  • 252

ભાગ ૨૦: આરવનો ક્રોધ રૂમ નંબર ૪૦૪ માં મોતનો સન્નાટો આચ્છાદિત થઈ ગયો હતો. ભાઉરાવના ફોનની સ્ક્રીન પર દેખાઈ રહેલી સળગતા લાઈટરની પેલી ભૂરી જ્યોત, આરવની આંખોમાં એક ભયાનક લાચારી બનીને પ્રતિબિંબિત થઈ રહી હતી. એક બાજુ જમીન પર લોહીલુહાણ પડેલા એના બે નિર્દોષ મિત્રો કેતન અને જિગ્નેશ હતા, અને બીજી બાજુ, હોસ્ટેલની નીચે પાર્ક કરેલી કારમાં ફસાયેલી આધ્યા! કારની ચારે તરફ પેટ્રોલ છંટાઈ ચૂક્યું હતું. ભાઉરાવના ચહેરા પર એક વિકૃત, વિજયી હાસ્ય પથરાઈ ગયું. "તારી એક ગોળી મારા મગજને વીંધી નાખશે કેપ્ટન, એ મને ખબર છે... પણ ગોળી છૂટતા પહેલાં જ મારા માણસના હાથમાંથી આ લાઈટર કાર પર પડશે.