કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 18

(38)
  • 870
  • 1
  • 462

ભાગ ૧૮: રાતની લોંગ ડ્રાઈવ  રાતનો કાળમીંઢ અંધકાર સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજ અને આસપાસના વિસ્તારોમાં આચ્છાદિત થઈ ચૂક્યો હતો. આકાશમાં ચાંદ કાળા વાદળોની પાછળ સંતાકૂકડી રમી રહ્યો હતો. વાતાવરણમાં એક અજીબ, શ્વાસ રૂંધી નાખે તેવી નીરવ શાંતિ હતી. રાતનો ૧૦:૪૫ વાગ્યાનો સમય ...... ડૉ. વ્યાસના પ્લાન મુજબ બરાબર ૧૨ વાગ્યે વોર્ડ નંબર ૭ ના AC ડક્ટમાંથી સાયનાઇડ ગેસ છૂટવાનો હતો. પણ એક RAW એજન્ટ ક્યારેય દુશ્મનના ટાઈમ-ટેબલ પ્રમાણે નથી રમતો. આરવ હાથમાં એક નાનકડું વાયર-કટર લઈને વોર્ડ નંબર ૭ ની પાછળ આવેલી મેઈન ઇલેક્ટ્રિક પેનલ પાસે છુપાયેલો ઊભો હતો. એની ટ્રેઇન્ડ આંખોએ ગણતરીની સેકન્ડોમાં સેન્ટ્રલ AC ની મેઈન પાવર કેબલ