કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 13

ભાગ ૧૩: આરવનો નવો સૂર્યોદય આરવના હાથમાં રહેલો એ નાનકડો કાગળનો ટુકડો જાણે કોઈ જીવતો બોમ્બ હતો. "કેપ્ટન આરવ સિંહ." આ ત્રણ શબ્દોએ આરવના પગ તળેથી જમીન ખેંચી લીધી હતી. કોલેજમાં કોઈને તો શું, ખુદ ગુજરાત પોલીસને પણ એ ખબર નહોતી કે આરવ શર્મા અસલમાં કોણ છે. તો પછી ડૉ. વ્યાસના આ જાસૂસ 'શેડો' સુધી આ માહિતી પહોંચી કઈ રીતે? આરવે તરત જ કાગળ ખિસ્સામાં મૂક્યો અને રૂમનો દરવાજો લોક કર્યો. એણે પોતાની સ્માર્ટવોચ પર બે વાર ટેપ કર્યું. "ફેલ્કન... ઈટ્સ કોડ બ્લેક." આરવનો અવાજ અત્યંત ભારી અને ખતરનાક હતો. "શું થયું કેપ્ટન? તમારો અવાજ..." "મારી આઇડેન્ટિટી કોમ્પ્રોમાઇઝ થઈ ચૂકી