જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૬૫ ‘જિંદગી પ્રયોગ છે. પોતાની જાત પર જેટલા વધારે પ્રયોગ કરશો એટલા જ વધારે શ્રેષ્ઠ બનતા જશો.’ આ સુવિચાર એ વાતનું પ્રતીક છે કે જીવન કોઈ તૈયાર રેસીપી નથી. જે એક વાર શીખી લો એટલે આખી જિંદગી ચાલે. આપણે મોટાભાગે સુરક્ષિત રસ્તાઓ પર ચાલવાનું પસંદ કરીએ છીએ અને ડરીએ છીએ કે જો કંઈ નવું કરીશું અને નિષ્ફળ જઈશું તો શું થશે? પણ સાચું જીવન તો એ પ્રયોગોમાં છે જે તમે તમારી મર્યાદાઓ તોડવા માટે કરો છો. આપણે માણસો 'રોબોટ' જેવા બની ગયા છીએ. જે રોજ એક જ પ્રકારનું કામ