સફળ થવા..દોસ્તો આપણે સફળ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે મનમાં તરત વિચાર આવી જાય છે કે 'આ માણસ તો જો કેટલો આગળ વધી ગયો છે! એની લાઈફમાં તો જલસા છે.' પરંતુ એ વ્યક્તિ અહીંયા એટલે કે સફળતાની ટોચે પહોંચ્યો એ પહેલા શું હતો, એણે અહીંયા સુધી પહોંચવા કેવો અને કેટલો સંઘર્ષ કર્યો એના વિશે આપણે વિચારતા નથી કે એ આપણને દેખાતો નથી. સફળતા એમ ને એમ નથી મળતી એના માટે તપવું પડે છે એના માટે સખત મહેનત કરવી પડે છે અને એના માટે આપણી જાત સાથે સખત થવું પડે છે.જાત સાથે સખત એટલે જીવનમાં શિસ્ત લાવવું પડે છે, જીવનમાં સફળતા માટે