દેવદત્તથી વીરભદ્ર

દેવદત્તથી વીરભદ્રમાત્ર નામ બદલાવાથી નસીબ નથી બદલાતું, પણ જ્યારે અંદરનો 'કાનજી' જાગીને અત્યાચાર સામે 'કૃષ્ણ' બનીને ઊભો રહે છે... ત્યારે આખું જગત ઝૂકી જાય છે! એક સમૃદ્ધ નગરમાં કરોડીદાસર નામનો એક અભિમાની  અને અતિશય કૃપણ શેઠ રહેતો હતો. તેના વ્યવસાયની ધૂરા સંભાળતો દેવદત્ત નામનો એક વર્ષો જૂનો, વફાદાર અને ભોળો સેવક હતો. શેઠ વફાદારીની આડમાં તેની પાસે પશુની જેમ વૈતરૂં કરાવતો. સૂર્યોદયથી ચંદ્રના અસ્ત સુધી દેવદત્ત શેઠના પડ્યા બોલ ઝીલતો, પણ બદલામાં તેને સૂકો-રોટલો કે બચેલું અન્ન જ નસીબ થતું. જ્યારે પણ તે પોતાની મહેનતાણી કે પગારની વાત કરતો, ત્યારે શેઠ લુચ્ચું હસીને ટાળી દેતો, "વધુ બોલીશ તો તારા ઘરે