વિશ્વ પર્યાવરણ દિવસ

  • 220
  • 58

આકાશ એની મસ્તીના રંગમાં રંગાયેલું હતું.ક્યાંક ભૂરું ક્યાંક સહેજ રતાશ પડતી ઓઢણીમાં છુપાયેલું,તો ક્યાંક વાદળ સાથે સંતાકૂકડી રમતું હતુ. આકાશના પાલવમાં પ્રભાતના ખુશનુમાં રંગ ચારે કોર ફેલાઈ રહ્યા હતા. નીચે ધરતી પર આછેરી લીલીછમ ચાદર પથરાયેલી હતી. ક્યા કરણની રેતીના ઢુવા તો ક્યાંક જળાશયો. ધરતીના વિશાળ પટ પર અનેકાધિક જીવ સૃષ્ટિ જાણે કે ધબકતી હતી. ક્યાંક ક્યાંક કોઈ અલગ પ્રકારના જંગલ દેખાઈ રહ્યા હતા. જાણે કે કોંક્રીટ ના જંગલ સિમેન્ટના જંગલ. એક શહેરની ગેલેરીમાં ચાર પાંચ છોડ દેખાઈ રહ્યા હતા. મની પ્લાન્ટ, તુલસી,સ્નેક પ્લાન્ટ,ગુલાબ વગેરે.પ્રભાત ના પહેલા પ્રહાર માં બધા સરસ રીતે શ્વસી રહ્યા હતા.જેટલી ગુલાબની કળી હતી એ ખીલવાની તૈયારીમાં હતી.