ભાગ - ૬: કાળા પડછાયાની ચેતવણી અને આગામી મોહરોરાતના આઠ વાગ્યા હતા. અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્ટ્રીટ લાઈટોનો પીળો પ્રકાશ રસ્તા પર દોડતી કારોના કાચ પર પડીને વિખેરાઈ રહ્યો હતો. વિદેહિતાની કાર શહેરના ટ્રાફિકને ચીરતી સાબરમતી રિવરફ્રન્ટના એક શાંત અને અંધારા ખૂણા તરફ વધી રહી હતી. ન્યૂઝ ચેનલો પર હજુ પણ વિક્રમ સેહગલના કૌભાંડના સમાચાર વાવાઝોડાની જેમ ચાલી રહ્યા હતા. વિદેહિતાએ કારના ડેશબોર્ડ પર રાખેલો નવો સ્માર્ટફોન વાઇબ્રેટ થયો. સ્ક્રીન પર અર્ણવનું નામ ઝબક્યું.તેણે બ્લૂટૂથ કનેક્ટ કરીને ફોન ઉપાડ્યો. "હું લોકેશન પર પહોંચવા આવી છું, અર્ણવ.""ગાડીમાંથી નીચે ન ઉતરતી, વિદેહિતા. હું જ તારી કારની અંદર આવી જઈશ," સામે છેડેથી અર્ણવનો