સરોવર કિનારે અંતિમ તપાસલેખક : રૂપેન પટેલ મોર્યા ડેમના વિશાળ જળાશય કિનારે આવેલી એ ટેકરી પર સાંજ ઢળી રહી હતી. અરવલ્લીની પહાડીઓ વચ્ચે ઘેરાયેલું એ સરોવર શાંત દેખાતું હતું, પણ તેની શાંતિ પાછળ એક ભયાનક રહસ્ય છુપાયેલું હતું. આકાશમાં છવાયેલી લાલાશ સરોવરના પાણી પર પ્રતિબિંબિત થઈ રહી હતી, જાણે આખું પાણી લોહીથી ભરાઈ ગયું હોય. પવનના સુસવાટા ટેકરી પર બની રહેલા નવા બંગલાના અડધા ચણાયેલા પથ્થરો સાથે અથડાઈને એક વિચિત્ર અવાજ પેદા કરી રહ્યા હતા. નિવૃત્ત DySP અભયસિંહ ઝાલા પહાડીની ધાર પર ઊભા રહીને એ સરોવરને જોઈ રહ્યા હતા. તેમની નજર પાણી પર હતી, પણ તેમનું મગજ બંગલાના બગીચામાં ખોદાયેલા એ