સરકારી પ્રેમ - ભાગ 37

"એ યુવાન પોતાની જાતને સંભાળી શકે તેમ નથી. એ હજી સુધી પોતાની ક્ષમતા વિષે સંદેહ ધરાવતો‌ હતો પણ હવે તો એ પોતાની જાતને ઓળખી શક્યો છે.આપણે એને એક તક આપવી જોઈએ. ઘણીવાર લાગણીઓ થી ભરપુર અધિકારીઓ જનતા ને વધુ સારી રીતે સમજી શકે છે, પણ પ્રામાણિક રહેવું જોઈએ."(નવનીત ને ફીડબેક માટે ફરીથી બોલાવે છે)પેનલ:"આપ એક આશાસ્પદ યુવાન છો. પણ આપ હજી સુધી પોતાની ક્ષમતા ને સમજી નથી શકયા. કોઈ વ્યક્તિગત કારણોસર જ ઈજનેરી લાઈન છોડી આઈ.એ.એસ બનવાનું નક્કી કર્યું.પણ તમે મહેનત કરી અને છેલ્લી તકમાં મુખ્ય વિષય બદલ્યો અને પોતાની મહેનત સાકાર કરી. આપની મિત્ર આપને માટે ખુબ જ મહત્વપૂર્ણ