(પેનલ અંદરોઅંદર વાતચીત કરે છે)"આ યુવતી અસાધારણ છે. ફક્ત ૨૧ વર્ષની ઉંમરે આટલા બધા જ્ઞાન સાથે જ જીવન જીવવાની કળા પણ શીખી ગઈ છે. રમખાણો વાળા સવાલમાં બધા લોકો એમ જ જવાબ આપતા કે અમે શહેરના લોકો ની રક્ષા કરીશું. પણ આ યુવતીએ પ્રામાણિક રીતે સાચો જવાબ આપ્યો કે હું પહેલા પોતાના પરિવાર ને સુરક્ષિત કરી પછી જ શહેરમાં ધ્યાન આપીશ.આ પેનલને સારું લગાડવા માટે ખોટો જવાબ ન આપ્યો. આગળ જતાં દેશ માટે ખુબ જ સારી આઈ.એ.એસ અધિકારી સાબિત થશે. પોતાના વિષય ઈતિહાસ પર પણ સારી પકડ ધરાવે છે. ખરા અર્થમાં સમાજ માટે આઈ.એ.એસ જેમ ગેસ લીકેજ વાળું કામ પણ કરે