સરકારી પ્રેમ - ભાગ 34

(241)
  • 974
  • 434

નવનીત અને મહેચ્છા બન્ને એકબીજાની સાથે મેસેજ પર વાતચીત કરી એકબીજાના સંપર્કમાં હતા. પણ ફોન દ્વારા વાતચીત બંધ હતી. નવનીત ના પપ્પા નવનીત માટે યુવતીઓ જોવા માટે દબાણ સર્જી રહ્યા હતા પણ નવનીત તો આઈ.એ.એસ ના પરિણામ માટે ખુબ જ ઉત્સાહિત હતો.એક સમી સાંજે અચાનક જ દિનકર દાસગુપ્તા મહેચ્છા ને ફોન કરે છે."અરે મહેચ્છા તમારી મુખ્ય પરિક્ષા નું પરિણામ આવી ગયું છે. એક વાર ઓનલાઈન ચકાસણી કરી જો. તું તો પ્રથમ પચાસ ની અંદર આવી છે. પણ નવનીત નો રોલ નંબર મને બરાબર યાદ નથી. " "શું?" મહેચ્છા કેવી રીતે પ્રતિભાવ આપે એ સમજી શકતી ન હતી. "હું હમણાં જ ચકાસણી કરી