સમુદ્રક અને ધરાની વાતો હું અને બાબા આર્દ આ પવનમહેલની અંધારી કોટડીમાં સૂક્ષ્મ સ્વરૂપે સાંભળી રહ્યાં હતાં. તેમની ચર્ચામાંથી અનેક રહસ્યોના પડદા ધીમે ધીમે ઊંચકાઈ રહ્યાં હતાં. ધરાના શબ્દોમાંથી બાબા આર્દને એક અત્યંત મહત્વનું સત્ય જાણવા મળ્યું હતું. ધરા કોઈ સામાન્ય આત્મા નહોતી. એ પોતાના પૂર્વજન્મમાં સ્વયં પૃથ્વીદેવી હતી.આ રહસ્યનો તાંતણો હાથ લાગતાં જ બાબા આર્દના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ. થોડા સમય સુધી તેઓ મૌન રહ્યા. તેમની આંખો બંધ હતી, જાણે વર્ષોથી વિખરાયેલા વિચારોને એક સૂત્રમાં ગૂંથવાનો પ્રયત્ન કરી રહ્યા હોય.પછી ધીમા સ્વરે તેમણે મને કહ્યું,"હવે ઘણી બધી હકીકતો મારી સમજમાં આવવા લાગી છે. જે ગૂઢ જ્ઞાન હું વર્ષો