શ્રદ્ધા સુમન

(42)
  • 370
  • 150

કુમુદ ની આંખ અચાનક ઉઘડી. ઉનાળાની રાત ટૂંકી પણ વહેલી સવારે મીઠી ઊંઘ આવે એ ઘેરાયેલી આંખે બેડ પર પડી રહી બાજુમાં નિશ્ચિત રીતે ઊંઘતા આલોકને જોઈ રહી. કુમુદ આશરે 50 ની ઉંમર અને આલોક લગભગ 57 વર્ષ. સુતા સુતા જ એણે મોબાઈલ હાથમાં લીધો સમય જોયો તારીખ જોઈ, તારીખ ૨૯મી મે.હવે ઊંઘ નહીં આવે એવું લાગતા પથારીમાંથી ઊભી થઈ અને રૂટીન પતાવવામાં વ્યસ્ત થઈ ગઈ. નાહી સ્વચ્છ કપડાં પહેરી હાથમાં ચા નો કપ લઈ પોતાનીઓસરી માં ખુરશી પર બેઠી. ચા ની ચુસ્કી ની લિજ્જત માણતા એ મનીપ્લાન્ટ ની સુંદરતાને આંખોથી પી રહી હતી.મનીપ્લાન્ટ પર એક દેવ .ચકલી ઉડતી ઉડતી આવી.