’બપોરના એ કંપાવી દેનારા અનુભવ પછી મારો ડર બેવડાઈ ગયો હતો. એક દિવસ મેં પ્યુન દાદાને એકાંતમાં પૂછ્યું, "દાદા, તે દિવસે લોબીમાં જે થયું... એવું અહીં અવારનવાર થાય છે?"દાદાએ આજુબાજુ જોયું, જાણે કોઈ ત્રીજી આંખ અમને જોઈ રહી હોય. તેમણે ધ્રૂજતા અવાજે ચા ની પ્યાલી ટેબલ પર મૂકતા કહ્યું:બહેન, તમે તો હજી હમણાં આવ્યા છો. હું અહીં ત્રીસ વર્ષથી ફરજ બજાવું છું. આ મહેલ રાત્રે જ નહીં, પણ દિવસેય એના રહસ્યો જીવે છે.એ વાત તમે ના જાણો તોં સારુ તમને કામ કરતા ડરર સતાવશે, પણ મારા જિદ્દી સ્વભાવ આગળ શંભુ દાદા જુકી ગયા. વાત આજથી દસ વર્ષ પહેલાની છે, જ્યારે