પુનર્જન્મ (Rebirth): માનસિક અને આધ્યાત્મિક ક્રાંતિ આપણે જીવનમાં ઘણીવાર સાંભળીએ છીએ કે લોકો કહે છે, "આ જન્મમાં મારો પુનર્જન્મ (Rebirth) થયો છે." ખરેખર તો માણસના એક જ જન્મમાં જ્યારે તે પોતાનો પુનઃજન્મ થયો હોય તેવું અનુભવે છે, ત્યારે તે એક બહુ મોટી વાત છે. આ વૈરાગ્યના રસ્તા તરફ વળતી જતી એક પવિત્ર સફર છે. આ અનુભવ એવી જ આત્મા કરી શકે છે જેને આ જીવનમાં એટલું દુઃખ મળ્યું હોય કે તે તેને સમેટી ન શકે. આપણે સૌ જાણીએ છીએ કે સૌથી મોટું દુઃખ પોતાના પ્રિય વ્યક્તિને ખોવાનું હોય છે. જ્યારે કોઈ કારણોસર અલગ થવું પડે અને પ્રેમ બધો નફરતમાં પરિવર્તન