સ્નેહ ની ઝલક - 28

  • 198

“અદૃશ્ય સંબંધ”રાજકોટ શહેરની રાત્રિઓમાં એક અલગ જ શાંતિ હતી. દિવસભર ગાડીઓના હોર્ન, લોકોની ભાગદોડ અને બજારોની ભીડથી ધમધમતું શહેર, રાત્રે જાણે પોતાની થાકેલી આત્માને શાંતિ આપતું હોય એમ શાંત થઈ જતું. પરંતુ એ શાંતિની અંદર પણ અનેક અવાજો દટાયેલા હતા. અધૂરા સપનાઓના, તૂટેલા સંબંધોના, અને એવા રહસ્યોના જેને કોઈ ખુલ્લેઆમ બોલતું ન હતું.આ જ શહેરમાં રહેતી હતી “કાવ્યા” એક જાણીતી લેખિકા અને સાઇકલોજિસ્ટ. લોકો એને માત્ર લેખિકા માને, પરંતુ ખરેખર એ માનવ મનને વાંચવાની અનોખી શક્તિ ધરાવતી હતી. એના લેખોમાં પ્રેમ હતો, મિત્રતા હતી, અને જીવનના ગૂંચવાયેલા પ્રશ્નોના જવાબ પણ હતા. ઘણા લોકો એને માત્ર શબ્દોની જાદુગરણી કહેતા.પરંતુ કાવ્યાના પોતાના