સ્નેહ ની ઝલક - 27

  • 308
  • 98

રાજકોટના રેસકોર્સ વિસ્તારની એ જૂની સોસાયટી હવે શહેરની નવી ચમક સામે થોડી ઝાંખી પડી ગઈ હતી, પણ એની ગલીઓમાં હજુ પણ જૂના દિવસોની સુગંધ વસતી હતી. સાંજ પડે એટલે ઓટલાં પર લોકો બેઠા રહે, ચા સાથે રાજકારણથી લઈને ક્રિકેટ સુધીની ચર્ચા ચાલે, બાળકો ગલીઓમાં દોડતા રહે અને દરેક ઘરની બારીમાંથી કોઈને કોઈ ઓળખીતો અવાજ આવે  આ સોસાયટીમાં લોકો ફક્ત પડોશી નહોતા, એકબીજાના જીવનનો હિસ્સો હતા.બી-૭ અને બી-૮ — બાજુબાજુનાં બે ઘર. વચ્ચે માત્ર એક સાંકડી ભીંત, જે પર વરસો પહેલાં ચડાવેલો લીલો રંગ હવે ખસી ગયો હતો. પણ એ ભીંત ક્યારેય બે ઘરો વચ્ચે આવી નહોતી. બન્ને ઘરના દરવાજા જાણે