સ્નેહ ની ઝલક - 25

(2k)
  • 1.4k
  • 532

અડગ વિશ્વાસ ની અજોડ જીત શહેરના એક શાંત અને સામાન્ય મધ્યમ વર્ગીય વિસ્તારમાં જનકભાઈનું ઘર હતું. મોટું તો ન હતું, પરંતુ એ ઘરમાં શાંતિ હતી, સંતોષ હતો અને સૌથી વધુ રામકૃષ્ણમયી સુગંધ હતી. જનકભાઈનું જીવન જાણે એક ચાલતું ધ્યાન હતું. સવાર પડે એટલે આંખ ખોલતાં પહેલાં જ રામકૃષ્ણ દેવનું નામ હૃદયમાં ગુંજતું, અને સાંજ પડે એટલે દુનિયાના બધા થાક, તણાવ અને દુનિયા ના કાવાદાવા થી દૂર તેઓ રામકૃષ્ણ મિશનમાં ધ્યાનમાં બેસી જતા.જનકભાઈ કહેતા,“દુનિયા તો દરિયો છે દીકરી, તરતા આવડવું જોઈએ, પણ લહેરો પર વિશ્વાસ રાખવો નહીં. વિશ્વાસ રાખવો હોય તો રામકૃષ્ણ પર રાખજે.”એ જ સંસ્કારોમાં ઉછરી હતી પ્રીતિ એ જનકભાઈની સહુથી